ડમી માટે કેવી રીતે રમી ગેમ ઓનલાઈન રમવી
રમી એ ભારતમાં વ્યાપક ફેલાવો ધરાવતી અત્યંત લોકપ્રિય એવી પત્તાની રમત છે. પરંતુ શરૂ-શરૂમાં રમી શીખવામાં ઘણી વાર અઘરી લાગે છે. રમીની પત્તાની રમત રમવા માગતા નવા ખેલાડીના દિલોદિમાગમાં લગભગ હંમેશા એવો સવાલ ઉદભવતો હોય છે, કેવી રીતે રમી રમવી જેથી હું પણ જીતવાનું શરૂ કરી શકું? જો કે, અહીં અમે રમીના કેટલાક સરળ નિયમોની યાદી પ્રસ્તુત કરીએ છીએ જેથી તમે જાણી જશો કે કે રમીની ગેઈમ ઓનલાઈન કેવી રીતે રમવી.
રમી એ મૂળભૂત રીતે પત્તાની રમત છે જેમાં તમારો ધ્યેય હંમેશા રમતની શરૂઆતમાં તમારા હાથમાં જે પત્તા આવે તેની ગોઠવણમાં સુધારો કરવાનો હોય છે. આ કામ બે રીતે થઈ શકે છે -
- સ્ટોક (અથવા ઢગલી)માંથી પત્તા ખેંચવા
- તમારા સ્પર્ધક દ્વારા ફેંકેલા પત્તાને ઉપાડી લેવું અને તે સમયે જ તમારી બાજીમાંથી કોઈ એક કાર્ડને નીચે ફેંકી દેવું.
આ તો ખૂબ સહેલું લાગે છે, નહીં? આનું કારણ એ છે કે જો તમે પત્તા વડે રમી કેવી રીતે રમવી તેના પાયાગત સિદ્ધાંતો જાણતા હશો તો રમી ઓનલાઈનમાં શરૂઆત કરવા માટે તે ખૂબ સહેલું નિવડશે. ઓનલાઈન રમીને બે અથવા વધુમાં વધુ 6 ખેલાડી સાથે રમી શકાય છે (જેટલા વધુ એટલું સારું, ખરું ને?). ખેલાડીઓની સંખ્યા અને ગેઈમના પ્રકારના આધારે ઉપયોગમાં લેવાતી કેટની કુલ સંખ્યા 2-4ની વચ્ચે હોઈ શકે છે. હવે ચાલો, રમીની પત્તાની ગેઈમ ઓનલાઈન કેવી રીતે રમવી તે શીખવાના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ તરફ આપણે આગળ વધીએ - રમીની ગેઈમનો ઉદ્દેશ અથવા ધ્યેય શો છે?
રમીનો ઉદ્દેશ-
અરે ભાઈ, બધી ગેઈમ્સની જેમ રમીમાં પણ તમારો અંતિમ ધ્યેય તો જીતવાનો જ છે! તો પછી, વધુ ગંભીર નોંધ લઈએ તો તમારો ધ્યેય તમારા પત્તાને બે પ્રાથમિક પ્રકારના સંયોજનોમાં તબદિલ કરવાનો કે જાહેર કરવાનો છે -
- રન્સ/સિક્વન્સ- એક જ રંગના બે અથવા વધુ પત્તાને ચઢતા ક્રમમાં ગોઠવવા, જેમકે 4, 5, 6, અથવા 8, 9, 10, ગલ્લો. તેને “પ્યોર સિક્વન્સ” તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઈમ્પ્યોર એટલે અશુદ્ધ સિક્વન્સને જોકર વડે બનાવાય છે.
- સેટ્સ- એક જ નંબરના ત્રણ અથવા ચાર પત્તા, જેમ કે 7, 7, 7.
આપણે નિયમાવલિમાં આગળ વધીએ કે જેથી તમને ઓનલાઈન રમી રમવાનું શીખવામાં મદદ મળી શકે, તે પહેલાં આપણે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમે નીચેની શરતો કે બાબતોને સમજી ગયા છો -
- મેલ્ડિંગ- મેલ્ડિંગમાં તમે જે બાજી રમી રહ્યા છો તેમાં તમારા હાથ પરના પત્તાનું કોમ્બિનેશન બનાવવામાં આવે છે, અને તેને તમારી આગળના ટેબલ પર ગોઠવવામાં આવે છે જેથી તેની પર તમારી નજર રહે. ઉપર વર્ણન કર્યા અનુસાર, અહીં બે પ્રકારના સંયોજનો હોય છે- રન્સ અને સેટ્સ.
- લે ઓફ- આમાં તમારા હાથ પરના કાર્ડને નીચે ટેબલ પર અગાઉ છે તેની પર ઢાંકતુ મૂકીને ઘોષિત/મેલ્ડ કરવાનો સમાવેશ થાય છે.
- ડિસ્કાર્ડ- જ્યારે તમે તમારા હાથમાંથી કોઈ એક પત્તું ઉતરીને ડિસ્કાર્ડ એટલે કે ઉતરવાના ઢગલા પર મૂકો છો તો તેને ડિસ્કાર્ડિંગ કહેવાય. આમ, દરેક વારાના અંતે તમે ડિસ્કાર્ડિંગ દ્વારા એક પત્તું ઉતરી જશો.
રમીની પત્તાની રમત કેવી રીતે રમવી તે શીખવા માટેનું આપણું આગામી પગલું એ સુનિશ્ચિત કરવાનું છે કે રમી રમતી વેળાએ અમુક સરળ નિયમોને આપણે સમજવાના રહેશે.
- કેવી રીતે રમીની પત્તાની રમત રમવી તેના સરળ નિયમો
- કેવી રીતે ઓનલાઈન રમી રમવી તેના પાયાગત સિદ્ધાંતો
- કેવી રીતે પત્તાને ઉતરવા
- પોઈન્ટની ગણતરી
- પરંપરાગત રમી પત્તાની બે કેટ વડે રમાય છે જેમાં દરેકમાં એક રંગીન જોકર હોય છે.
- ગલ્લા, રાણી અને રાજા જેવા રંગીન પત્તા ઉપરાંત એક્કા માટેના 10 પોઈન્ટ હોય છે. જ્યારે બાકીના પત્તા 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10નું મૂલ્ય ધરાવે છે જે તેના પત્તાની સંખ્યા મુજબ હોય છે જેમકે ફ્લ્લીની તીરી (3)ના 3 પોઈન્ટ હોય છે.
- એક શુદ્ધ સિક્વન્સ હોવી ફરજિયાત છે જ્યારે બાકીના માન્ય સેટ્સ અને સિક્વન્સ હોઈ શકે છે.
- શુદ્ધ સિક્વન્સ
રમીની પત્તાની રમત રમવાનું શીખવા તમારી પાસે આ ગેમ રમવા ઓછામાં ઓછા 2 અને મહત્તમ 6 ખેલાડી હોવા જરૂરી છે. રમી રમવા અને આ ગેમ જીતવા, કોઈ પણ ખેલાડીએ એક જ રંગના સળંગ 3 અથવા વધુ ચઢતા ક્રમના પાનાની સિક્વન્સ બનાવવી ફરજિયાત છે. આ સિક્વન્સને સરના પાના અથવા જોકરનો ઉપયોગ કર્યા વિના બનાવવી પડે. આને પ્યોર સિક્વન્સ કહેવાય છે..
ઉદાહરણ સ્વરૂપે:
- અશુદ્ધ સિક્વન્સ
કેવી રીતે ઓનલાઈન રમી રમવી તે જાણવા તમારે ફરજિયાતપણે રમીને યોગ્ય રીતે રમતા પણ શીખવું પડે. કોઈ પણ અશુદ્ધ સિક્વન્સ એક જ રંગના સળંગ 3 અથવા વધુ સળંગ પત્તા વડે બનાવી શકાય છે. જો કે, આમાં સરના પાના અથવા જોકરનો ઉપયોગ સિક્વન્સ રચવા કુદરતી પત્તાની અવેજીમાં કરી શકાય છે. નીચે આપેલું ઉદાહરણ તમને તેને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.
ઉદાહરણ સ્વરૂપે:
- સેટ્સ
સિક્વન્સ કેવી રીતે રચાય છે તે સમજી લીધા બાદ આપણે હવે સમજીશું કે સેટ કોને કહેવાય. સેટ એ ત્રણ અથવા વધુ પત્તાનું એક ગ્રુપ છે જે બધાનો ક્રમ સરખો હોય છે પરંતુ તેનો રંગ જુદો હોય છે. તમારો સેટ પૂરો કરવા તમે એક અથવા વધુ જોકર પત્તાનો ઉપયોગ કરી શકો છો. એકવાર તમે આ સેટ્સ અને ગ્રુપને ગોઠવવામાં સફળ થઈ જાવ, એટલે તમે તમારા પત્તાને જાહેર કરીને ગેમ જીતી શકો છો. સેટનું અહીં એક ઉદાહરણ અપાયું છે.
ઉદાહરણ સ્વરૂપે:
- માન્ય શો કરવો
ખેલપ્લે રમી ટેબલ પર શો કરવા માટે કોઈ પણ ખેલાડીએ કોઈ પત્તાને સિલેક્ટ કરીને ફિનિશ ટેબ દબાવવું જરૂરી છે. તે કોઈ પત્તુ ખેંચીને પણ તેને ઉતરીને શો કરી શકે છે.
13 પાનાની રમીમાં ઉદાહરણ સ્વરૂપે, કોઈ ખેલાડી ખોટો શો કરે છે જેનો મતલબ એ થયો કે તેની સિક્વન્સ અને સેટ્સ માન્ય ગણાતા નથી તો તેને ખોટી ચાલ માટે 80 પોઈન્ટનો દંડ કરાય છે. કોઈ ખેલાડી શો જાહેર કરે, એટલે ટેબલ પરના તમામ ખેલાડીઓએ તેમના પત્તા દેખાડવા જરૂરી બને છે.
કેવી રીતે 10 પત્તાની રમીમાં માન્ય શો કરવો?
કેવી રીતે 21 પત્તાની રમીમાં માન્ય શો કરવો?
કેવી રીતે 27 પત્તાની રમીમાં માન્ય શો કરવો? - ગેમ જીતવી:
સિક્વન્સ અને સેટ્સના સ્વરૂપમાં બધા પત્તાને ગોઠવી દીધા બાદ, કોઈ પણ ખેલાડીએ પોતે ગેમનો વિજેતા છે તે જાહેર કરવા શો કરવો જરૂરી બને છે. જો કે, તે ગેમ દરમિયાન કોઈ પણ સમયે શો માટે કહી શકતો નથી, પણ તેણે આમ કરવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોવી જરૂરી બને છે. એક વાર તેનો વારો આવી જાય એટલે તે પોતાના પત્તા દેખાડી શકે છે, અને તેના પત્તાનું માન્ય સેટ અને સિક્વન્સમાં ઉપર સમજાવ્યા અનુસાર ગ્રુપ બનાવેલું હશે તો તે ખેલાડી ગેમ જીતેલો ગણાશે.
ડ્રોપ પોઈન્ટ્સ | 101 પૂલ રમી | 201 પૂલ રમી |
---|---|---|
પહેલું ઉતરવું (કોઈ પણ પત્તુ ખેંચતા પહેલાં) | 20 | 25 |
મધ્યે ઉતરવું (કોઈ ખેલાડીએ પત્તુ ખેંચેલુ હોય તેવા સંજોગોમાં) | 40 | 50 |
21 પત્તાની રમી માટે ડ્રોપ પોઈન્ટ્સ
27 પત્તાની રમી માટે ડ્રોપ પોઈન્ટ્સ
કોઈ ખેલાડી ગેમ હારી જાય તો પોઈન્ટની ગણતરી
હારનારા ખેલાડીના પોઈન્ટ્સની ગણતરી તેમના એવા બધા કાર્ડના મૂલ્યનો સરવાળો કરીને કરાય છે કે જે કોઈ માન્ય સેટ/ સિક્વન્સનો હિસ્સો નથી. જો કે, તેમાં અમુક અપવાદ છે. આનો નીચે ઉલ્લેખ કરાયો છે.
- કોઈ ખેલાડી હારે છે પણ તેની પાસે કોઈ શુદ્ધ સિક્વન્સ નથી તો તેના બધા પત્તાનું મૂલ્ય ઉમેરાશે.
- કોઈ ખેલાડી હારે છે પણ તે એક શુદ્ધ સિક્વન્સ બનાવ્યા બાદ બીજી બે સિક્વન્સને રચી શક્યો નથી તો ફક્ત શુદ્ધ સિક્વન્સના પોઈન્ટ્સ જ ઉમેરાશે નહીં.
- ખાસકરીને 13 પત્તાની રમીમાં, કોઈ ખેલાડી 80 પોઈન્ટ્સ કરતા વધુ મેળવી શકતો નથી. ઉદાહરણ સ્વરૂપે, કોઈ હારેલા ખેલાડીના પત્તાના પોઈન્ટ્સ 90 થતા હોય તો પણ તેને તો 80 પોઈન્ટ્સ જ મળશે.
- કોઈ ખેલાડી તમામ જરૂરી સિક્વન્સ/ સેટ્સ બનાવી દે છે અને માન્ય શો કરાવે છે અલબત્ત તે એ ખેલાડી નથી કે જેણે ગેમને ડિક્લેર કરી છે, તો તેને 2 પોઈન્ટ મળશે.
હવે તમે શીખી ગયા છો કે કેવી રીતે ઓનલાઈન રમી રમવી, મોજ કરો!